અમદાવાદમાં ગટરના ઢાંકણા અને લોખંડની ગ્રીલ ચોરતી ગેંગ
અમદાવાદમાં ગટરના ઢાંકણા અને લોખંડની ગ્રીલ ચોરતી ગેંગ
Published on: 23rd September, 2026

અમદાવાદ શહેરમાં મોલ અને સોસાયટીઓમાંથી ગટરના ઢાંકણા તથા લોખંડની ગ્રીલ ચોરી કરતી ગેંગના એક સાગરીતને LCB ઝોન-7ની ટીમે 167 કિલો લોખંડ અને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ થતાં ચોરીના 2 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે રૂ.4,000ની કિંમતના પાંચ લોખંડના ગટરના ઢાંકણાં અને રૂ.50,000ની કિંમતનું એક એક્સેસ સ્કૂટર સાથે કુલ રૂ.54,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અન્ય એક આરોપીની શોધખોળ ચાલુ છે.