મહુવામાં જૂની અદાવતમાં યુવક પર છરી વડે જીવલેણ હુમલો
મહુવામાં જૂની અદાવતમાં યુવક પર છરી વડે જીવલેણ હુમલો
Published on: 27th September, 2026

મહુવા શહેરના ગાંધીબાગ વિસ્તારમાં જૂની અદાવત રાખી એક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા શૈલેશભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ ગાંધીબાગ પાસે શૌચાલયમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે હરેશ ભીખાભાઇ ચૌહાણે બોલાચાલી કરી છરી વડે પેટના ભાગે ઘા મારી દીધો. હુમલાખોરે જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો. ઈજાગ્રસ્ત શૈલેશભાઈને મહુવા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. સામે જોવા બાબતે થયેલી અગાઉની તકરારની દાઝ રાખી આ હુમલો કરાયો હતો.