રાજસ્થાનથી ગુજરાતમાં હથિયારો સપ્લાય કરતા નેટવર્કનો પર્દાફાશ, બે ઝડપાયા.
રાજસ્થાનથી ગુજરાતમાં હથિયારો સપ્લાય કરતા નેટવર્કનો પર્દાફાશ, બે ઝડપાયા.
Published on: 03rd May, 2026

ગાંધીનગર ચિલોડા પોલીસે રાજસ્થાનથી ગુજરાતમાં હથિયારો ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. નેશનલ હાઈવે 8 પર વાહન ચેકીંગ દરમિયાન લકઝરી બસમાંથી બે શખ્સોને બે પિસ્ટલ, એક તમંચો અને 29 જીવતા કારતુસ સાથે ઝડપી પાડ્યા. આ શખ્સો હથિયારો રાજસ્થાનથી લાવ્યા હતા. ચિલોડા પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જેમાં મોટા માથાઓની સંડોવણીની પણ શક્યતા છે.