ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં કોન્ટ્રાક્ટરનું અપહરણ
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં કોન્ટ્રાક્ટરનું અપહરણ
Published on: 31st August, 2026

ઝઘડિયા જીઆઇડીસીમાં ફરી એકવાર અસામાજિક તત્વો સક્રિય થયા છે. સ્ટીમ હાઉસ ઇન્ડિયા કંપનીના કોન્ટ્રાક્ટર વિનય ઇન્દ્રજીત યાદવનું અપહરણ કરી, રૃા. ૫૦ લાખના પ્રોજેક્ટના નફામાંથી ૫૦ ટકા ખંડણી માંગવામાં આવી. પોલીસે ભાજપ અગ્રણીના પુત્ર સહિત ત્રણ જણની અટકાયત કરી છે, જ્યારે મુખ્ય આરોપી જયમીન પટેલ હજી ફરાર છે. આ ઘટનાએ જીઆઇડીસીમાં ફરી ગુંડારાજની સ્થિતિ ઊભી કરી છે.