હિંમતનગરમાં યુવકને માર માર્યાના આરોપ સાથે પોલીસ સ્ટેશનમાં નોંધાયો વિવાદ
હિંમતનગરમાં યુવકને માર માર્યાના આરોપ સાથે પોલીસ સ્ટેશનમાં નોંધાયો વિવાદ
Published on: 01st July, 2026

હિંમતનગરમાં એક યુવકને પોલીસે માર માર્યો હોવાના આરોપ સાથે એક વિડીયો વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણેક દિવસ પહેલા એક યુવક નશાની હાલતમાં વાહનોમાં તોડફોડ કરતો ઝડપાયો હતો. પોલીસે તેને પોલીસ સ્ટેશન લાવી કાયદેસર કાર્યવાહી બાદ મુક્ત કર્યો હતો. જોકે, બાદમાં યુવકના મૃત્યુના સમાચાર આવ્યા અને પરિવારે પોલીસ માર માર્યાનો આરોપ લગાવ્યો, જેના પગલે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.