દિલ્હીમાં નકલી પોલીસ બની 3 શખ્સોએ 17 વર્ષીય કિશોરી પર આચર્યું સામૂહિક દુષ્કર્મ
દિલ્હીમાં નકલી પોલીસ બની 3 શખ્સોએ 17 વર્ષીય કિશોરી પર આચર્યું સામૂહિક દુષ્કર્મ
Published on: 22nd September, 2026

દિલ્હીના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં કાલકાજી મંદિર પાસે આવેલ આસ્થા કુંજ પાર્કમાં એક 17 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે. ત્રણ અજાણ્યા યુવકો પોતાને પોલીસકર્મી ગણાવીને પીડિતા અને તેના મિત્રને ધમકાવી, મિત્રને બંધક બનાવી દુષ્કર્મ આચર્યું. ઘટના બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી, એન્કાઉન્ટર બાદ મુખ્ય આરોપી આસિફની ધરપકડ કરી છે. બાકીના બે આરોપીઓને પકડવા શોધખોળ ચાલુ છે. POCSO એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે.