અમદાવાદના દંપતીના ખાતામાંથી ₹1 લાખની સાયબર ચોરી
અમદાવાદના દંપતીના ખાતામાંથી ₹1 લાખની સાયબર ચોરી
Published on: 11th September, 2026

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા એક દંપતીના યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી અજાણ્યા સાયબર ગઠિયાએ ઓનલાઇન રૂ. 1 લાખ સેરવી લીધા છે. મેટ્રોમાં મુસાફરી દરમિયાન પતિનો મોબાઇલ અડધો કલાક બંધ રહ્યો હતો. બીજા દિવસે રિચાર્જ કરતી વખતે બેંક ટ્રાન્ઝેક્શન લિમિટ પૂરી થઈ ગયાનું જણાયું, જેના પગલે સાયબર ફ્રોડનો ખુલાસો થયો. આ રકમ પંજાબ નેશનલ બેંકના એક ખાતામાં ટ્રાન્સફર થઈ હતી. રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.