સાઉથ આફ્રિકામાં જંબુસરના વેપારીનું પોલીસના સ્વાંગમાં અપહરણ
સાઉથ આફ્રિકામાં જંબુસરના વેપારીનું પોલીસના સ્વાંગમાં અપહરણ
Published on: 31st August, 2026

ભરૃચ જિલ્લાના જંબુસરના વતની વેપારી આસિફ ઘાસિયાનું સાઉથ આફ્રિકામાં પોલીસના સ્વાંગમાં અપહરણ થતાં જંબુસર અને સાઉથ આફ્રિકામાં વસતા ભારતીય સમાજમાં ચિંતા ફેલાઈ છે. તા. ૨૬ ઓગસ્ટના રોજ, ત્રણ કામદારો સાથે કારમાં જઈ રહેલા આસિફને રસ્તામાં ત્રણ પોલીસ ગણવેશધારી શખ્સોએ રોક્યા હતા. દસ્તાવેજોની ચકાસણી બાદ, આસિફ કારમાંથી નીચે ઉતર્યા અને અચાનક બીજી કાર આવી ત્યાં ઊભી રહી. ત્યારબાદ, આસિફને બળજબરીપૂર્વક અપહરણ કરીને અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા. આ ઘટનામાં કુલ સાત શખ્સો સંડોવાયેલા હોવાની પ્રાથમિક માહિતી છે.