અજય દેવગન, શાહરૂખ ખાન અને ટાઈગર શ્રોફને FDA ની નોટિસ
અજય દેવગન, શાહરૂખ ખાન અને ટાઈગર શ્રોફને FDA ની નોટિસ
Published on: 16th August, 2026

મહારાષ્ટ્ર FDA એ પ્રતિબંધિત પાન મસાલાના પ્રચાર બદલ અભિનેતાઓ શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફને નોટિસ ફટકારી છે. FDA નો આક્ષેપ છે કે જાહેરાત દ્વારા આ પ્રતિબંધિત ઉત્પાદનોનો અપ્રત્યક્ષ પ્રચાર કરવામાં આવ્યો છે. કાયદા મુજબ, આવી ગેરમાર્ગે દોરતી જાહેરાતો માટે 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. મહારાષ્ટ્રમાં પાન મસાલા જેવા ઉત્પાદનો પર 13 જુલાઈ 2026 સુધી પ્રતિબંધ છે. અભિનેતાઓએ આ જાહેરાતમાં તેમની ભૂમિકા અંગે સ્પષ્ટતા કરવાની રહેશે.