મહારાષ્ટ્ર TET પેપર લીક: જૂતામાં છુપાવેલું પેપર ₹1.5 કરોડમાં વેચવાનો પ્લાન
મહારાષ્ટ્ર TET પેપર લીક: જૂતામાં છુપાવેલું પેપર ₹1.5 કરોડમાં વેચવાનો પ્લાન
Published on: 25th July, 2026

મહારાષ્ટ્ર TET પેપર લીક કેસમાં ભિવંડી પોલીસે બિહારથી મુખ્ય માસ્ટરમાઇન્ડ બિજેન્દ્ર કુમાર ગુપ્તાની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે બિજેન્દ્રએ સાથી સોનુ સાથે મળીને પ્રિન્ટિંગ પ્રેસના કર્મચારીઓને લાલચ આપી પેપર મેળવ્યું અને તેને જૂતામાં છુપાવીને બહાર લઈ ગયા. આ પેપર ₹8000માં મેળવી ₹1.5 કરોડમાં વેચવાનો પ્લાન હતો, પરંતુ ભિવંડી પોલીસે બનાવટી ગ્રાહક બની આ કૌભાંડનો પર્દાફાશ કર્યો. અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરાઈ છે, જેમાં પંજાબથી વૉન્ટેડ કપિલ દહિયા અને બિહારથી સોનુ સિંહ તથા મિથુન સિંહનો સમાવેશ થાય છે.