પોરબંદરના પાતા-ગોરસર ગામે ખનીજ ચોરી પર તવાઈ
પોરબંદરના પાતા-ગોરસર ગામે ખનીજ ચોરી પર તવાઈ
Published on: 15th August, 2026

પોરબંદરના પાતા અને ગોરસર ગામે ખાણ-ખનીજ વિભાગે વહેલી સવારે ગેરકાયદે ખનન પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં 15 ચકડી મશીન અને 3 ટ્રેક્ટર સહિત અંદાજે રૂ. 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લા વહીવટી વિભાગ અને ખાણ-ખનીજ વિભાગની ટીમે સઘન ચેકિંગ હાથ ધરીને ગેરકાયદે પ્રવૃત્તિ પર લગામ કસી છે. આ કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જિલ્લામાં કોઈપણ સ્થળે ગેરકાયદે ખનન ચલાવી લેવામાં નહીં આવે.