પ્રેમાનંદ મહારાજના શિષ્યની આત્મહત્યા કે હત્યા?
પ્રેમાનંદ મહારાજના શિષ્યની આત્મહત્યા કે હત્યા?
Published on: 26th September, 2026

વૃંદાવનમાં સ્થિત એક આશ્રમમાં પ્રેમાનંદ મહારાજના 25 વર્ષીય શિષ્ય દીપક ઉર્ફે રસિક દુલારી શરણે ચોથા માળેથી છલાંગ લગાવી દીધી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. તપાસમાં મૃતકના ગુપ્તાંગ કપાયેલા મળ્યા અને રૂમમાંથી લોહીવાળું ગ્રાઇન્ડર મશીન, ડાયરી અને મોબાઈલ ફોન મળ્યા. પોલીસે ગ્રાઇન્ડરથી ગુપ્તાંગ કાપ્યાની શંકા વ્યક્ત કરી છે. આ ઘટના આત્મહત્યા છે કે હત્યા, તે અંગે સીસીટીવી અને ફોરેન્સિક તપાસ ચાલી રહી છે. મૃતક મૂળ મધ્યપ્રદેશના જબલપુરના વતની હતા અને બે વર્ષ પહેલાં વૃંદાવન આવ્યા હતા.