વડોદરામાં દારૂના નશામાં ઝડપાયો GSSTRC બસનો ચાલક
વડોદરામાં દારૂના નશામાં ઝડપાયો GSSTRC બસનો ચાલક
Published on: 26th September, 2026

વડોદરા શહેરના આજવા ચોકડી પાસેથી પસાર થતી GSSTRC બસનો ચાલક દારૂના નશામાં હોવાની બાતમી મળતાં 112 પોલીસની ટીમે તેને અટકાવી હતી. તપાસમાં જંબુસર-વડોદરા રૂટના ચાલક લાલા લક્ષ્મણ બારીયા નશામાં હોવાનું બહાર આવતા કપુરાઈ પોલીસ મથકે ગુનો નોંધાયો. પોલીસે ચાલકની અટકાયત કરી બસનો કબજો સોંપ્યો. આ ઘટનાએ મુસાફરોની સુરક્ષા અને એસટી તંત્રની દેખરેખ સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.