પાલનપુરમાં ખોદકામમાં સોનું મળ્યાની લાલચ આપી ઠગાઈ
પાલનપુરમાં ખોદકામમાં સોનું મળ્યાની લાલચ આપી ઠગાઈ
Published on: 01st July, 2026

પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે ખોદકામમાં સોનું મળ્યાની લાલચ આપી ઠગાઈ આચરતી ગેંગના બે શખ્સો લાલા રામાભાઈ સલાટ અને રતન તુલશીભાઈ સલાટને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ વડગામના મફાજી ભીખાજી સોલંકીને સોનાના ઢોળ ચડાવેલા મણકા આપી વિશ્વાસ કેળવી, બચતના રોકડા રૂ. 2.20 લાખ પડાવી લીધા હતા. તપાસ કરતાં તે પિત્તળ નીકળતાં ભોગ બનનારે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તમામ રકમ રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.