પાલનપુરના બનાસ સિવિલ હોસ્પિટલમાં બે કલાકની જટિલ સર્જરી બાદ યુવકનો જીવ બચાવવામાં આવ્યો.
પાલનપુરના બનાસ સિવિલ હોસ્પિટલમાં બે કલાકની જટિલ સર્જરી બાદ યુવકનો જીવ બચાવવામાં આવ્યો.
Published on: 25th April, 2026

બનાસકાંઠાના કાણોદર ગામે Instagram એપ ડિલીટ કરવા બાબતે બોલાચાલી થતા હુમલામાં 18 વર્ષીય યુવકની ગળાની નસ કપાઈ ગઈ. પાલનપુર સિવિલ હોસ્પિટલના ENT વિભાગે બે કલાકની જટિલ સર્જરી કરીને યુવકનો જીવ બચાવ્યો. યુવકને ગળા, પેટ અને પીઠના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને 10 દિવસની સારવાર બાદ રજા આપવામાં આવી.