અમદાવાદમાં પ્લાસ્ટિક પ્રતિબંધ માત્ર દેખાવ
અમદાવાદમાં પ્લાસ્ટિક પ્રતિબંધ માત્ર દેખાવ
Published on: 18th August, 2026

અમદાવાદ શહેરમાં પ્લાસ્ટિક મુક્ત શહેર અભિયાન ચાલી રહ્યું છે, પરંતુ તેની અસર જોવા મળતી નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિકના વપરાશ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાઈ રહી હોવા છતાં, એક વર્ષમાં દુકાનોમાંથી 9.56 ટનથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પકડાયો છે. આ સમયગાળામાં 1.28 લાખથી વધુ દુકાનદારોને નોટિસ, 3.66 કરોડ રૂપિયાનો દંડ અને 970 એકમો સીલ કરાયા છે. આમ છતાં, 120 માઈક્રોનથી ઓછી જાડાઈના સિંગલ યુઝ પ્લાસ્ટિકનો બેરોકટોક વપરાશ યથાવત છે.