રાજકોટમાં પાણી ચોરી કરનારાઓ સામે મનપાની કડક કાર્યવાહી
રાજકોટમાં પાણી ચોરી કરનારાઓ સામે મનપાની કડક કાર્યવાહી
Published on: 05th October, 2026

રાજકોટમાં અપૂરતા વરસાદને કારણે પાણી પુરવઠા માટે નર્મદા નીર પર નિર્ભરતા વધતાં, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ પાણી ચોરી રોકવા કડક પગલાં લીધાં છે. શહેરના તમામ 18 વોર્ડમાં સ્પેશિયલ ચેકિંગ સ્ક્વોડની રચના કરાઈ છે. ઇલેક્ટ્રિક મોટર મૂકી પાણી ચોરી કરનારાઓને પ્રથમ વખતે રૂ. 2,000 દંડ અને મોટર જપ્તી કરાશે. બીજીવાર ઝડપાશે તો પોલીસ ફરિયાદ અને નળ જોડાણ કાયમી ધોરણે કાપી નાખાશે. ભૂતિયા નળ જોડાણ અને પાણીના બગાડ સામે પણ દંડ અને પોલીસ ફરિયાદની જોગવાઈ કરાઈ છે.