રામ મંદિર ટ્રસ્ટમાં દાન ચોરી બાદ અધિકારીઓ વચ્ચે ઘમસાણ
રામ મંદિર ટ્રસ્ટમાં દાન ચોરી બાદ અધિકારીઓ વચ્ચે ઘમસાણ
Published on: 10th July, 2026

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં ભવ્ય શ્રીરામ મંદિર માટે થયેલ દાનની ચોરીની ઘટના બાદ ટ્રસ્ટમાં આંતરિક વિવાદ વકર્યો છે. ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય અને ટ્રસ્ટના સભ્ય ડૉ. અનિલ મિશ્રા વચ્ચે સંબંધો વણસ્યા છે. ચંપત રાયે SIT રિપોર્ટ બાદ જવાબ આપવાની વાત કરી છે અને દાનની ગણતરી પ્રક્રિયાના SOP અંગે સવાલો ઉઠાવ્યા છે. આ SOP અંગેનો MoU ડૉ. અનિલ મિશ્રા અને બેંક વચ્ચે થયો હતો, જેના વિશે ચંપત રાયને જાણ નહોતી. અયોધ્યાનો સંત સમાજ ચંપત રાયની પડખે છે, જ્યારે ડૉ. અનિલ મિશ્રા પર દાનપાત્રોની જવાબદારી હોવાનું કહેવાય છે.