રૂ. 7.7 લાખ કરોડની કમાણી પણ બોસનો પગાર માત્ર 17,000?
રૂ. 7.7 લાખ કરોડની કમાણી પણ બોસનો પગાર માત્ર 17,000?
Published on: 25th June, 2026

દેશની અગ્રણી જ્વેલરી કંપની રાજેશ એક્સપોર્ટ્સ અને તેની સહયોગી કંપનીઓ પર EDએ FEMA હેઠળ બેંગલુરુ અને મુંબઈમાં દરોડા પાડ્યા છે. તપાસમાં શેરબજાર હેરાફેરી, સોનાના સ્ટોકમાં 40% વિસંગતતા, શંકાસ્પદ વિદેશી વ્યવહારો અને 600 કરોડ રૂપિયાથી વધુની ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે. કંપની જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ રહી હોવાનું પણ EDએ જણાવ્યું છે. અગાઉ SEBIએ પણ કંપની પર નાણાકીય ગેરરીતિઓના ગંભીર આરોપો લગાવ્યા હતા.