સુરતમાં ડાન્સ ટીચરને DCP બની ધમકાવી લાખો પડાવ્યા
સુરતમાં ડાન્સ ટીચરને DCP બની ધમકાવી લાખો પડાવ્યા
Published on: 05th September, 2026

સુરતના લીંબાયત વિસ્તારમાં ઓનલાઈન બ્લેકમેલિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક ડાન્સ ટીચર ઇન્સ્ટાગ્રામ પર ‘પૂજા કુમારી’ નામની આઈડી પરથી થયેલી મિત્રતા બાદ ન્યૂડ વીડિયો કોલિંગની જાળમાં ફસાયા. આરોપીઓએ કોલનું રેકોર્ડિંગ કરી, તેને વાયરલ કરવાની ધમકી આપી. ત્યારબાદ સંજય સિંહ નામના વ્યક્તિએ DCP બની વીડિયો ડિલીટ કરવાના બહાને પીડિત પાસેથી તબક્કાવાર કુલ રૂ.1.33 લાખ પડાવી લીધા. આખરે ભોગ બનનારે લીંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેના પગલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.