ભારત-પાકિસ્તાન સરહદ પર સદીઓ જૂનું અસ્તિત્વ જોખમમાં
ભારત-પાકિસ્તાન સરહદ પર સદીઓ જૂનું અસ્તિત્વ જોખમમાં
Published on: 15th August, 2026

કચ્છના મોટા રણમાં આવેલું 17મી-18મી સદીનું ઐતિહાસિક વિઘાકોટ, જે 1965માં પાકિસ્તાની ઇન્ડસ રેન્જર્સના હુમલા સામે વીર જવાનો દ્વારા રક્ષાયું હતું, તે હવે પ્રવાસન ધામના બદલે વિનાશ નોતરવાના ભય હેઠળ છે. રાષ્ટ્રના ઇતિહાસ સાથે જોડાયેલો આ સંવેદનશીલ ભૂ-ભાગ ખાનગી હાથોમાં સોંપાયો છે. સિંધુ નદીના વહેણ વખતે સિંધ-કચ્છ વચ્ચે કસ્ટમ ચેકપોસ્ટ તરીકે મહત્વ ધરાવતું વિઘાકોટ, જ્યાં મધ્યયુગીન બાંધકામના નમૂનાઓ મળે છે, તે રિન્યુએબલ એનર્જી પાર્ક માટે ખાનગી કંપનીને વપરાશ માટે અપાતાં, ઇતિહાસ અને ભૂગોળથી અજાણ કોન્ટ્રેક્ટરો દ્વારા તેનો નાશ થઈ રહ્યો છે.