નકલી પોલીસે વૃદ્ધને ચાર તોલા દાગીના લૂંટી લીધા
નકલી પોલીસે વૃદ્ધને ચાર તોલા દાગીના લૂંટી લીધા
Published on: 07th October, 2026

વડોદરાના છાણી વિસ્તારમાં નકલી પોલીસ બનીને આવેલ બે શખ્સોએ એક સિનિયર સિટીજનને લૂંટ કરી હતી. વૃદ્ધ પોતાની સ્કૂટર પર મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને રોકી, આગળ મર્ડર થયું હોવાનું જણાવી પોલીસ તરીકે ઓળખ આપી. તેમણે દાગીના થેલીમાં મૂકવાનું કહી, ચાર તોલા સોનાના દાગીના પડાવી લીધા. દાગીનાની જગ્યાએ પાનનો માવો મુકી, ગઠીયાઓ ફરાર થઈ ગયા. બનાવ અંગે છાણી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.