કંડલા પોર્ટના 1501 કરોડના હિસાબમાં ગરબડ: કેગ રિપોર્ટ
કંડલા પોર્ટના 1501 કરોડના હિસાબમાં ગરબડ: કેગ રિપોર્ટ
Published on: 28th August, 2026

કચ્છના દીનદયાળ પોર્ટ (કંડલા પોર્ટ) ના નાણાકીય વહીવટમાં ગંભીર ક્ષતિઓનો ખુલાસો ભારતીય કેગ (CAG) ના રિપોર્ટમાં થયો છે. રિપોર્ટ મુજબ, 2022-23ના 1501 કરોડ રૂપિયાના હિસાબોમાં ગોટાળા છે, કારણ કે પોર્ટ ઓથોરિટી મેનેજમેન્ટ દ્વારા વર્ષવાર અને કંપનીવાર વિસ્તૃત હિસાબ આપવામાં આવ્યો નથી. આ કારણે કેગ હિસાબોની પુષ્ટિ કરી શક્યું નથી. વધુમાં, ₹184.03 કરોડની રોયલ્ટી આવકના સ્પેશિયલ ઓડિટ રિપોર્ટ જમા કરાયા નથી. 2022-23 અને 2023-24 મળીને કુલ ₹298 કરોડની રોયલ્ટીનું ઓડિટ થયું નથી. પોર્ટે ભંગારમાં કાઢેલી 28 મિલકતોને પણ ચોપડે ‘જીવંત’ દર્શાવી છે, જે મોટી ગેરરીતિ છે.