મુંબઈમાં વસઈ લોજમાંથી સાયબર ફ્રોડ રેકેટ ચલાવતા વડોદરાના ત્રણ આરોપી ઝડપાયા
મુંબઈમાં વસઈ લોજમાંથી સાયબર ફ્રોડ રેકેટ ચલાવતા વડોદરાના ત્રણ આરોપી ઝડપાયા
Published on: 14th August, 2026

મુંબઈમાં વાલીવ પોલીસે સાયબર છેતરપિંડીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં ગુજરાતના વડોદરાના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓએ નવ રાજ્યોના નાગરિકોને નિશાન બનાવી ૨૦ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હોવાની આશંકા છે. આરોપીઓ APK ફાઈલો મોકલીને લોકોને છેતરતા હતા અને તેમના બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેતા હતા. પોલીસે તેમની પાસેથી નકલી આધાર કાર્ડ અને પેન કાર્ડ જપ્ત કર્યા છે. આ રેકેટ વસઈના એક લોજમાંથી ચલાવવામાં આવી રહ્યું હતું, જ્યાં સ્ટાફને તેમની શંકાસ્પદ હરકતો જોઈને પોલીસને જાણ કરી હતી.