SMC રેઇડ બાદ અમદાવાદમાં ત્રણ પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી
SMC રેઇડ બાદ અમદાવાદમાં ત્રણ પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી
Published on: 14th August, 2026

સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જીમખાના ક્લબ પર જુગારધામ પર મેગા રેઇડ બાદ ત્રણ પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ દરોડામાં 187 જેટલા જુગારીઓ ઝડપાયા હતા. સ્થાનિક પોલીસની જાણ બહાર આ કાર્યવાહી થતાં રાજ્ય પોલીસ વડાએ લાલઘૂમ થઈને દરિયાપુર પોલીસ સ્ટેશનના PI જી. વી. ગોહિલ, PSI અને સર્વેલન્સ સ્ક્વોડના PSIને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. તેમની ઘોર બેદરકારી બદલ આ નિર્ણય લેવાયો છે.