વડોદરાના ગોરવામાંથી ૨૨.૫૮ લાખની નશીલી કફ સીરપનું ગોડાઉન ઝડપાયું
વડોદરાના ગોરવામાંથી ૨૨.૫૮ લાખની નશીલી કફ સીરપનું ગોડાઉન ઝડપાયું
Published on: 14th August, 2026

વડોદરા શહેર SOGની ટીમે ગોરવા વિસ્તારમાં એક ગોડાઉનમાંથી નશીલી કોડીન કફ સીરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ જથ્થાની કિંમત આશરે ૨૨.૫૮ લાખ રૂપિયા છે, જેમાં ૧૯૨૦ બોટલ સામેલ છે. પોલીસે હિમાચલ પ્રદેશથી આવેલા આ જથ્થાના સંચાલક અને મંગાવનાર આકાશ સિંહ ઠાકુર સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સરકારે નિયંત્રણ લાદ્યા હોવા છતાં આ સીરપનો ગેરકાયદે ઉપયોગ ચિંતાનો વિષય બન્યો છે.