મેટ્રિમોનિયલ સાઇટ પર હનીટ્રેપ: યુવતી અને બોયફ્રેન્ડ જેલમાં, પતિ ફરાર
મેટ્રિમોનિયલ સાઇટ પર હનીટ્રેપ: યુવતી અને બોયફ્રેન્ડ જેલમાં, પતિ ફરાર
Published on: 17th June, 2026

વડોદરામાં મેટ્રિમોનિયલ સાઇટ પરથી યુવકને હનીટ્રેપમાં ફસાવી લૂંટવાના કેસમાં પોલીસે કાર્યવાહી કરી છે. ગોત્રી પોલીસે એક યુવતી અને તેના લિવ-ઇન પાર્ટનરને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. 34 વર્ષીય યુવાને મેટ્રિમોનિયલ સાઇટ પર પ્રોફાઇલ મૂકી હતી, ત્યારબાદ દિલ્હીની પૂનમ ઉર્ફે સાનિયાનો સંપર્ક થયો. પૂનમે યુવકને એકાંત સ્થળે બોલાવી તેના સાગરીતો સાથે મળી લૂંટી લીધો. પોલીસે CCTV ફૂટેજના આધારે પૂનમ અને તેના બોયફ્રેન્ડ વિરેન્દ્રની ધરપકડ કરી છે.