UGC દ્વારા દેશમાં 32 નકલી યુનિવર્સિટીઓની યાદી જાહેર!
UGC દ્વારા દેશમાં 32 નકલી યુનિવર્સિટીઓની યાદી જાહેર!
Published on: 05th August, 2026

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા દેશમાં 32 નકલી યુનિવર્સિટીઓ કાર્યરત હોવાની ચેતવણી આપવામાં આવી છે. શિક્ષણ મંત્રીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, આ યાદી UGCની સત્તાવાર વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. UGC આ સંસ્થાઓ સામે કારણદર્શક નોટિસ અને ચેતવણીઓ જારી કરી રહ્યું છે, અને વિદ્યાર્થીઓ તથા વાલીઓને છેતરપિંડીથી બચવા માટે સાવચેત કરવામાં આવ્યા છે. સંબંધિત રાજ્યોને આ સંસ્થાઓ સામે FIR નોંધવા અને કાનૂની કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. ગુજરાતમાંથી એકપણ યુનિવર્સિટી આ યાદીમાં સામેલ નથી.