ભરૂચની એમિકસ સ્કુલમાં દેશનું પ્રથમ એકાઉન્ટિંગ મ્યુઝિયમ ખુલ્લું મૂકાયું
ભરૂચની એમિકસ સ્કુલમાં દેશનું પ્રથમ એકાઉન્ટિંગ મ્યુઝિયમ ખુલ્લું મૂકાયું
Published on: 16th June, 2026

ભરૂચ સ્થિત એમિકસ ઈન્ટરનેશનલ સ્કુલ ખાતે એકાઉન્ટિંગ મ્યુઝિયમ ઓફ ઈન્ડિયાનું ઉદ્દઘાટન થયું છે. આ મ્યુઝિયમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં નાનપણથી નાણાંકીય સાક્ષરતા અને મજબૂત નાણાંકીય સુઝબૂઝ કેળવી, ભવિષ્યના અર્થશાસ્ત્રીઓ અને ઉદ્યોગસાહસિકો તૈયાર કરવાનો છે. આ પ્રસંગે ICAI મુંબઈ અને ભરૂચ બ્રાન્ચના હોદ્દેદારો તેમજ શાળાના ડાયરેકટર સીએ ઉત્પલ શાહે સંયુક્ત રીતે રિબિન કાપી ઉદ્ઘાટન કર્યું.