અમરેલીમાં વતન જવા નીકળેલા યુવક પર સિંહણનો હુમલો, ઘટનાસ્થળે માત્ર ખોપરીના અવશેષો મળ્યા
અમરેલીમાં વતન જવા નીકળેલા યુવક પર સિંહણનો હુમલો, ઘટનાસ્થળે માત્ર ખોપરીના અવશેષો મળ્યા
Published on: 16th June, 2026

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં કોવાયા ગામ પાસે TPP પાવર પ્લાન્ટ નજીક એક અત્યંત ભયાનક ઘટના બની છે. રેસ્ટોરન્ટમાં કામ કરતા અને મૂળ ઉત્તરાખંડના પ્રકાશ ચંદ્ર નામના યુવક પર એક સિંહણે અચાનક હુમલો કર્યો. મોડી રાત્રે પોતાના વતન જવા નીકળેલા યુવકને સિંહણ ખેંચી ગઈ અને તેને ફાડી ખાધો. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ છે. ઘટનાસ્થળે યુવકની માત્ર ખોપરીના અવશેષો મળી આવ્યા છે.