કરજણ હાઇવે પર રેતી ભરેલા ડમ્પરમાં આગ
કરજણ હાઇવે પર રેતી ભરેલા ડમ્પરમાં આગ
Published on: 16th June, 2026

વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં લીલોડ ગામ નજીક એક રેતી ભરેલા ડમ્પરમાં અચાનક આગ લાગી હતી. બોડેલીથી સુરત જતી વખતે આ ઘટના બની હતી. સદનસીબે, ડમ્પર ચાલક સમયસર બહાર નીકળી જતાં તેનો આબાદ બચાવ થયો. ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર બ્રિગેડ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો, જેથી વધુ નુકસાન અટકાવી શકાયું. આ આગના કારણે હાઇવે પર થોડી અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હાલ અકબંધ છે.