IIT બોમ્બે કેમ્પસમાં પરીક્ષામાં ચોરી
IIT બોમ્બે કેમ્પસમાં પરીક્ષામાં ચોરી
Published on: 11th August, 2026

IIT Bombayના પવઈ કેમ્પસમાં ગ્રુપ-ડી MTS ભરતી પરીક્ષા દરમિયાન, મોબાઈલ જામર અને સુરક્ષા તપાસ હોવા છતાં, ચાર ઉમેદવારોએ મોડિફાઈડ ઈલેક્ટ્રોનિક ડિવાઈસનો ઉપયોગ કરીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો. પવઈ પોલીસે તેમની પાસેથી પાંચ જેટલા મોબાઈલ ફોન જપ્ત કર્યા. એક ઉમેદવાર ભાગવાનો પ્રયાસ કરતાં ઝડપાઈ ગયો. આ ઘટના બાદ અન્ય કક્ષોમાં પણ તપાસ કરતાં આવા જ ઉપકરણો મળી આવ્યા. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.