અમદાવાદ કન્ટ્રોલ રૂમનો કોન્સ્ટેબલ દારૂની હેરાફેરીમાં ઝડપાયો
અમદાવાદ કન્ટ્રોલ રૂમનો કોન્સ્ટેબલ દારૂની હેરાફેરીમાં ઝડપાયો
Published on: 11th August, 2026

અમદાવાદ શહેર પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફરજ બજાવતો એક કોન્સ્ટેબલ દારૂની હેરાફેરીના કેસમાં ઝડપાયો છે. થલતેજ નજીકથી એક કારમાંથી વિદેશી દારૂ અને બિયરના કેન મળી કુલ 415 બોટલો જપ્ત કરાઈ હતી. તપાસમાં કાર અને દારૂ કન્ટ્રોલ રૂમના કોન્સ્ટેબલ અશોકભાઈ જોઈતાભાઈ પટેલના હોવાનું સામે આવ્યું. પોલીસે કોન્સ્ટેબલની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરાઈ છે.