વડોદરામાં મુસાફરના સ્વાંગમાં રીક્ષામાં લૂંટારા
વડોદરામાં મુસાફરના સ્વાંગમાં રીક્ષામાં લૂંટારા
Published on: 11th August, 2026

વડોદરા શહેરમાં રીક્ષામાં મુસાફર તરીકે બેસી લૂંટ કરતી ટોળકીએ વધુ એક વેપારીને નિશાન બનાવ્યો. પંચમહાલના જીતેન્દ્રભાઈ સોલંકી તા. ૧૨મીએ વડોદરામાં રાખડીઓની ખરીદી કરવા પત્ની સાથે આવ્યા હતા. સ્ટેશન બહાર રીક્ષામાં બેસી ન્યાય મંદિર જતી વખતે, રીક્ષામાં પાછળ બેઠેલા ત્રણ શખ્સો અને ચાલકે તેમને સતત ધક્કા મારી અને ડરાવીને લૂંટ આચરી. કાલાઘોડા પાસે રીક્ષા ઊભી રાખી, નીચે ઉતારતા જ ચાલકે રીક્ષા ભગાવી મૂકી. આ દરમિયાન વેપારીના ગળામાંથી દોઢ તોલાની ચેઈન ગાયબ હતી. તેમણે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.