નિહાલી ગામ ખાતે નવી પ્રાથમિક શાળાના ભવનનું ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે લોકાર્પણ કરાયું.
નિહાલી ગામ ખાતે નવી પ્રાથમિક શાળાના ભવનનું ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે લોકાર્પણ કરાયું.
Published on: 22nd June, 2026

મહુવાના નિહાલી ગામમાં નવી પ્રાથમિક શાળાના ભવનનું ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો, મામલતદાર સહિત અનેક આગેવાનો, અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યએ જણાવ્યું કે રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે સતત વિકાસ કરી રહી છે અને ગામડાંઓમાં શિક્ષણની ગુણવત્તા વધારવા તથા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી રહી છે.