અમદાવાદ: ₹19 લાખના ફોરેક્સ-ક્રિપ્ટો ફ્રોડમાં બિહારનો કુમાર મંગલમ ઝડપાયો.
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઓનલાઇન ફોરેક્સ અને ક્રિપ્ટોકરન્સી રોકાણના નામે 19 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર બિહારના કમ્પ્યુટર સાયન્સ ગ્રેજ્યુએટ કુમાર મંગલમની ધરપકડ કરી છે. 'WinProFX' નામનું આ બોગસ પ્લેટફોર્મ ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારોને છેતરતું હતું. પોલીસે ડિજિટલ ફૂટપ્રિન્ટ, CDR, વોલેટ ટ્રેકિંગ અને મની ટ્રેલના આધારે તપાસ હાથ ધરી. આરોપી પાસેથી iPhone, iPad, MacBook જપ્ત કરાયા છે. આ પ્લેટફોર્મ 100 દેશોમાં ફેલાયેલું હોવાનું અને તેના મુખ્ય સંચાલકોના તાર પાકિસ્તાની નાગરિક સાથે જોડાયેલા હોવાના પ્રાથમિક પુરાવા મળ્યા છે. BNS અને IT એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચાલુ છે.
અમદાવાદ: ₹19 લાખના ફોરેક્સ-ક્રિપ્ટો ફ્રોડમાં બિહારનો કુમાર મંગલમ ઝડપાયો.
ફેક GTA VI બીટા ટેસ્ટિંગની લિંક્સથી થઈ શકે છે મોટું આર્થિક નુકસાન!
GTA VI ગેમ 19 નવેમ્બરે લોન્ચ થવાની તૈયારી વચ્ચે સાયબર ઠગોએ ફેક બીટા એક્સેસ અને વહેલી ડાઉનલોડ ઓફરની આડમાં ફિશિંગ કૌભાંડ શરૂ કર્યું છે. AIની મદદથી બનાવેલી નકલી ઇમેઇલ્સ અને વેબસાઇટ્સ દ્વારા ગેમર્સની વ્યક્તિગત માહિતી, લોગિન વિગતો અને પાસવર્ડ ચોરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને PC અને Android યુઝર્સને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. નિષ્ણાતોએ માત્ર સત્તાવાર સ્ત્રોતો પર જ ભરોસો રાખવા, શંકાસ્પદ લિંક્સથી દૂર રહેવા અને જરૂર પડે તો તરત પાસવર્ડ બદલી ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન સક્રિય કરવાની સલાહ આપી છે.
ફેક GTA VI બીટા ટેસ્ટિંગની લિંક્સથી થઈ શકે છે મોટું આર્થિક નુકસાન!
અમદાવાદના નવરંગપુરા મેટ્રો બ્રિજ નીચે કારમાં યુવકનો શંકાસ્પદ મૃતદેહ
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં મેટ્રો બ્રિજ નીચે પાર્ક કરેલી કારમાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો છે. બંધ ગાડીમાં મૃત્યુ કયા કારણોસર થયું તે રહસ્યમય લાગી રહ્યું છે. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં ઘટનાસ્થળે ટોળાં ઉમટ્યા હતા. પોલીસ તપાસમાં મૃતદેહ પર કોઈ બાહ્ય ઈજાના નિશાન મળ્યા નથી. આ ઘટના હત્યા, આત્મહત્યા કે અન્ય કોઈ કારણસર બની છે તે જાણવા FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની મદદ લેવાઈ છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. કારમાંથી દારૂની બોટલ મળી આવી છે, પરંતુ મૃતકના શરીર પર ઈજાના નિશાન ન હોવાથી મોતનું કારણ અકબંધ છે.
અમદાવાદના નવરંગપુરા મેટ્રો બ્રિજ નીચે કારમાં યુવકનો શંકાસ્પદ મૃતદેહ
ભારત તરફ આવી રહેલા 11 જહાજે હોર્મુઝ પાર કર્યું.
મધ્ય પૂર્વના મહત્વના હોર્મુઝ જળમાર્ગમાં અવરજવર ફરી શરૂ થતાં ભારત માટે રાહતના સમાચાર છે. તાજેતરમાં સર્જાયેલા તણાવ છતાં, ૧૧ ભારતીય જહાજો આ માર્ગ સુરક્ષિત રીતે પાર કરી ચૂક્યા છે, જ્યારે ૧૦ જહાજો હજુ પ્રક્રિયામાં છે. ભારત માટે આ રૂટ અત્યંત મહત્વનો છે, કારણ કે દેશની ૮૦-૮૫% તેલની આયાત અને ખરીફ સીઝન માટે જરૂરી ખાતરનો પુરવઠો અહીંથી જ આવે છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ક્રૂડ ઓઈલ અને યુરિયા-DAP ભરેલા જહાજો આગામી દિવસોમાં ગુજરાતના વડિનાર, મુંદ્રા અને સિક્કા સહિત અન્ય બંદરો પર પહોંચશે, જેનાથી દેશની ઉર્જા અને ખાદ્ય સુરક્ષા જળવાઈ રહેશે.
ભારત તરફ આવી રહેલા 11 જહાજે હોર્મુઝ પાર કર્યું.
ખુરશી જોખમમાં મુકાયા બાદ મમતા બેનરજી એક્શન મોડમાં!
તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. મમતા બેનર્જીના નેતૃત્વ સામે બળવો કરનાર 8 દિગ્ગજ નેતાઓને પક્ષવિરોધી પ્રવૃત્તિઓ બદલ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બળવાખોર જૂથે મમતાને ચેરપર્સન પદેથી હટાવી અરૂપ રોયને નવા ચેરમેન તરીકે નિયુક્ત કર્યા હતા અને નવી કાર્યકારિણીની જાહેરાત કરી હતી. બળવાખોરોનો દાવો છે કે તેમને 60 ધારાસભ્યો અને 20 સાંસદોનું સમર્થન છે. આ ઘટનાથી TMCમાં મોટા ભંગાણની શક્યતા ઉભી થઈ છે અને પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ગરમાવો વધ્યો છે.
ખુરશી જોખમમાં મુકાયા બાદ મમતા બેનરજી એક્શન મોડમાં!
FASTag યૂઝર્સનો ઝટકો, આ હાઇવે અને એક્સપ્રેસવે પર કામ નહીં આવે એન્યૂઅલ પાસ!
દેશભરમાં ટોલ ચુકવણી સરળ બનાવવા માટે શરૂ કરાયેલ FASTag વાર્ષિક પાસ મુસાફરો માટે કેટલીક જગ્યાએ ઉપયોગી સાબિત થતો નથી. ₹3,000નો આ પાસ એક વર્ષ અથવા 200 ટ્રિપ્સ સુધી માન્ય છે, પરંતુ મુંબઈ-પુણે એક્સપ્રેસવે, સમૃદ્ધિ મહામાર્ગ, યમુના એક્સપ્રેસવે, આગ્રા-લખનૌ એક્સપ્રેસવે સહિત અનેક રાજ્ય સંચાલિત માર્ગો પર માન્ય નથી. કારણ કે આ માર્ગોની અલગ ટોલ સિસ્ટમ છે. આવા રૂટ પર ટોલની રકમ સીધી નિયમિત FASTag એકાઉન્ટમાંથી કપાશે. તેથી વાર્ષિક પાસ ધરાવતા મુસાફરોએ પણ પોતાના FASTagમાં પૂરતું બેલેન્સ જાળવવું જરૂરી છે.
FASTag યૂઝર્સનો ઝટકો, આ હાઇવે અને એક્સપ્રેસવે પર કામ નહીં આવે એન્યૂઅલ પાસ!
ભયાનક 'ગોડઝિલા' જેવો અલ નિનો સક્રિય! 150 વર્ષનો રેકોર્ડ તૂટશે?
પ્રશાંત મહાસાગરમાં ઝડપથી વિકસી રહેલા શક્તિશાળી ‘અલ નીનો’ અંગે નાસાએ ચેતવણી આપી છે. સેટેલાઇટ ડેટા મુજબ સમુદ્રની સપાટી નીચે મોટા પ્રમાણમાં ગરમ પાણી જમા થઈ રહ્યું છે, જેના કારણે દરિયાના તાપમાન અને જળસ્તરમાં વધારો થયો છે. વૈજ્ઞાનિકો તેને 1997ના ‘ગોડઝિલા અલ નીનો’ જેવી ગંભીર ઘટના ગણાવી રહ્યા છે. આની અસરથી વિશ્વભરમાં તાપમાન વધવાની અને વરસાદની પેટર્ન બદલાવાની શક્યતા છે. ભારતમાં કાળઝાળ ગરમી, નબળું ચોમાસું અને ખેતી તેમજ અર્થતંત્ર પર નકારાત્મક અસર થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
ભયાનક 'ગોડઝિલા' જેવો અલ નિનો સક્રિય! 150 વર્ષનો રેકોર્ડ તૂટશે?
ચૈતર વસાવાને કાવતરાથી સજા: કેજરીવાલનો ભાજપ પર આરોપ
આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત 9 આરોપીઓને નર્મદા જિલ્લામાં વન વિભાગની જમીન સંબંધિત જૂના કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે 7 વર્ષની જેલની સજા ફટકારી છે. આ ચુકાદા બાદ AAP નેતાઓ અને કોંગ્રેસે ભાજપ સરકાર પર કાવતરાનો આરોપ લગાવ્યો છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આને 'ED પાર્ટી'નું ષડયંત્ર ગણાવી કહ્યું કે આદિવાસી સમાજ અને ગુજરાતના લોકો ભાજપને જવાબ આપશે. AAP હાઈકોર્ટમાં અપીલ કરશે.
ચૈતર વસાવાને કાવતરાથી સજા: કેજરીવાલનો ભાજપ પર આરોપ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સહાયક સીનિયર કલાર્કની 250 જગ્યા પર ભરતી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વહીવટી કેડરમાં 'સહાયક સીનિયર કલાર્ક' ની કુલ ૨૫૦ ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લાયક ઉમેદવારો આગામી ૭ જુલાઈ, ૨૦૨૬ સુધી સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકશે. ઉમેદવાર કોઈપણ શાખામાં ૫૦% ગુણ સાથે સ્નાતક હોવાની સાથે વહીવટી કેડરનો ૩ વર્ષનો અનુભવ અને કોમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. વયમર્યાદા ૧૮ થી ૩૮ વર્ષની રહેશે. પસંદગી પામનારને પ્રથમ ૩ વર્ષ માટે ₹૨૬,૦૦૦ ફિક્સ માસિક પગાર મળશે અને સામાન્ય વર્ગ માટે અરજી ફી ₹૫૦૦ તેમજ અનામત વર્ગ માટે ₹૨૫૦ નક્કી કરાઈ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સહાયક સીનિયર કલાર્કની 250 જગ્યા પર ભરતી
NEET કૌભાંડમાં મોટો ખુલાસો: નકલી વિદ્યાર્થીને બેસાવડા 40 લાખની ડીલ
બિહારમાં નીટ-યુજી રી-એક્ઝામ દરમિયાન સોલ્વર ગેંગનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. લખીસરાઈના પરીક્ષા કેન્દ્રમાં બાયોમેટ્રિક ચેકિંગ દરમિયાન અસલી ઉમેદવારની જગ્યાએ પરીક્ષા આપતો નકલી વિદ્યાર્થી રંગેહાથ ઝડપાયો હતો. પોલીસે નકલી અને અસલી ઉમેદવાર સહિત કુલ 14 લોકોની ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું કે પરીક્ષા આપવા માટે 30થી 40 લાખ રૂપિયાની ડીલ થઈ હતી. આ મામલાના તાર નાલંદાની પાવાપુરી મેડિકલ કોલેજ સુધી પહોંચ્યા છે, જ્યાં મુખ્ય શંકાસ્પદ સહિત ત્રણ MBBS વિદ્યાર્થીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે.
NEET કૌભાંડમાં મોટો ખુલાસો: નકલી વિદ્યાર્થીને બેસાવડા 40 લાખની ડીલ
AAPએ દાહોદમાં 3 તાલુકા પંચાયતના સભ્યોને સસ્પેન્ડ કર્યા
દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટીએ પક્ષવિરોધી પ્રવૃત્તિઓ અને શિસ્તભંગ બદલ ત્રણ ચૂંટાયેલા સભ્યો સામે કડક કાર્યવાહી કરી છે. તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન પક્ષના વ્હીપનો અનાદર કરીને ગેરહાજર રહેનાર દિનેશભાઈ બિલવાળ, કપિલાબેન માવી અને અંબાબેન ચરપોટને 6 વર્ષ માટે પક્ષના પ્રાથમિક સભ્યપદ તથા તમામ સંગઠનાત્મક જવાબદારીઓમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રદેશ પ્રમુખની સૂચના બાદ આ નિર્ણય લેવાયો છે. સાથે જ તમામ પદાધિકારીઓને આ સભ્યોને પક્ષના સત્તાવાર અને સોશિયલ મીડિયા ગ્રૂપોમાંથી તાત્કાલિક દૂર કરવાની સૂચના આપવામાં આવી છે.
AAPએ દાહોદમાં 3 તાલુકા પંચાયતના સભ્યોને સસ્પેન્ડ કર્યા
લખનઉ અગ્નિકાંડ: પપ્પા મને બચાવી લો... મોત સામે ઝઝૂમતા વિદ્યાર્થીનો છેલ્લો ફોન કોલ
લખનઉના અલીગંજ વિસ્તારમાં આવેલી ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતાં એનિમેશન સેન્ટર અને કોચિંગ ક્લાસના ૧૫ લોકોના મોત થયા છે. બિલ્ડિંગમાં અવરજવર માટે માત્ર એક જ રસ્તો હોવાથી અંદર હાજર લોકો ફસાઈ ગયા હતા અને કાળો ધુમાડો ફેલાતા મોતનો કૂવો બની ગઈ હતી. જીવ બચાવવા લોકોએ બારીઓમાંથી છલાંગ લગાવી હતી. ફાયર બ્રિગેડની ૧૯ ગાડીઓએ ભારે જહેમત બાદ દીવાલમાં ગાબડું પાડી રેસ્ક્યુ કર્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે રહેણાંક પરમિશન વાળી આ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો કે એનઓસી (NOC) નહોતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.
લખનઉ અગ્નિકાંડ: પપ્પા મને બચાવી લો... મોત સામે ઝઝૂમતા વિદ્યાર્થીનો છેલ્લો ફોન કોલ
અમદાવાદમાં દહેજ ભૂખ્યા પતિએ માંગ્યા 1 કરોડ રોકડા અને 3 લાખ પગાર
અમદાવાદના થલતેજ વિસ્તારમાં એક 29 વર્ષીય પરિણીતાએ પતિ અને સાસરિયાંઓ વિરુદ્ધ દહેજની મોટી માંગણી અને શારીરિક-માનસિક ત્રાસની પોલીસ ફરિયાદ નોંધાવી છે. લગ્નના થોડા મહિનાઓમાં જ ઝઘડા શરૂ થયા બાદ, સાસરિયાંઓએ પરિણીતાના પિતા પાસે 1 કરોડ રૂપિયા રોકડા અથવા નવું મકાન અને પતિને દર મહિને 3 લાખ રૂપિયાનો પગાર માંગ્યો હતો. આ ઉપરાંત, પરિણીતાના 105 તોલા સોનાના દાગીના પરત આપવાનો ઇનકાર કરીને તેને ઘરમાંથી કાઢી મૂકી હતી, જેના પગલે આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
અમદાવાદમાં દહેજ ભૂખ્યા પતિએ માંગ્યા 1 કરોડ રોકડા અને 3 લાખ પગાર
‘ડાયપર દાન કરો’ અભિયાન! NEET પેપર લીક વિરૂદ્ધ કોકરોચ જનતા પાર્ટીનો અનોખો વિરોધ.
દિલ્હીના જંતર-મંતર મેદાન પર NEET-UG પેપર લીક વિવાદ મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે કૉકરોચ જનતા પાર્ટી (CJP) નું વિરોધ પ્રદર્શન ચોથા દિવસે પણ ચાલુ રહ્યું છે. CJPએ અનોખો વિરોધ નોંધાવતા ‘ડાયપર અ ડે, કીપ્સ લીક્સ અવે’ નારા સાથે ‘ડાયપર દાન કરો’ અભિયાન શરૂ કર્યું છે. દેખાવકારોએ સવાલ ઉઠાવ્યો કે જો ₹૧૨નું ડાયપર લીકેજ ન થવાની ગેરંટી આપી શકે, તો NTA પેપર લીક કેમ ન અટકાવી શકે? પ્રદર્શનકારીઓએ પોલીસ પર જગ્યા મર્યાદિત કરવાનો આક્ષેપ કર્યો છે અને મંત્રીના રાજીનામા સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી છે.
‘ડાયપર દાન કરો’ અભિયાન! NEET પેપર લીક વિરૂદ્ધ કોકરોચ જનતા પાર્ટીનો અનોખો વિરોધ.
અમદાવાદમાં વેપારીએ કંપનીનો 'કલર' કરી નાખ્યો!
અમદાવાદના નારોલ વિસ્તારમાં કાપડના કલરનો વ્યવસાય કરતી ‘શ્રીજી કલર કેમ’ કંપની સાથે ₹૬૮.૦૮ લાખની છેતરપિંડીની ઘટના સામે આવી છે. ‘જલારામ ડાયસ્ટફ’ નામે ધંધો કરતા પરિચિત વેપારી જયમીન પ્રવીણભાઈ ઠક્કરે એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ દરમિયાન ₹૭૫.૮૩ લાખનો માલ ઉધાર ખરીદ્યો હતો, જેમાંથી ₹૫૪.૦૮ લાખ ચૂકવ્યા નહોતા. આ ઉપરાંત, ધંધામાં સારા વળતરની લાલચ આપી રોકાણના બહાને પોતાના અને પત્નીના ખાતામાં ₹૨૦ લાખ પડાવી તેમાંથી ₹૧૪ લાખ ઓળવી ગયા હતા. બાકી નીકળતી કુલ રકમ પરત ન આપતા કંપનીના મેનેજર ગોપાલભાઈ ભરવાડે આરોપી જયમીન ઠક્કર અને તેમની પત્ની વિરૂદ્ધ નારોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદમાં વેપારીએ કંપનીનો 'કલર' કરી નાખ્યો!
'તેનો પગ લપસી ગયો હતો...' મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક.
મહારાષ્ટ્રના લોહગઢ કિલ્લા પરથી ૨૪ વર્ષીય કેતન અગ્રવાલના અકસ્માતથી મોતના કેસમાં પોલીસે તેની મંગેતર સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરી દ્વારા કરાયેલી હત્યાનો પર્દાફાશ કર્યો છે. આગામી મહિને લગ્ન હોવા છતાં, ૧૯ જૂને સિયાના જન્મદિવસ પર બંનેએ કાવતરું રચી કેતનને ૩૫૦ ફૂટ ઊંડી ખાઈમાં ધકેલી દીધો હતો. અગાઉ સિયાએ બાલી ટ્રિપ કેન્સલ કરવા પોતાનો પાસપોર્ટ ફાડી નાખ્યો હતો અને કેતનને મારવાના બે અસફળ પ્રયાસો પણ કર્યા હતા. પોલીસે સેલ્ફી લેતા અકસ્માતની ખોટી વાર્તાને નકારીને ટેકનિકલ પુરાવા અને કોલ ડિટેઇલ્સના આધારે બંને આરોપીઓને કસ્ટડીમાં લીધા છે.
'તેનો પગ લપસી ગયો હતો...' મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક.
મુંબઈમાં ચોમાસાનું આગમન, ગુજરાતમાં ક્યારે થશે પધરામણી?
દેશભરમાં હવામાન બદલાઈ રહ્યું છે ત્યારે ગુજરાત માટે રાહતના સમાચાર છે. આગામી 2-3 દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે. મુંબઈમાં 12 દિવસના વિલંબ બાદ ચોમાસાનું આગમન થયું અને ધોધમાર વરસાદ શરૂ થયો. તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધ્યું છે. મુંબઈ માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. દેશમાં અત્યાર સુધી સરેરાશ કરતાં 43% ઓછો વરસાદ પડ્યો છે. ગુજરાત અને મધ્યપ્રદેશમાં આગામી 2-3 દિવસમાં ચોમાસું પહોંચશે, જ્યારે ઉત્તર પ્રદેશમાં 3-4 દિવસ પછી અને દિલ્હી, હરિયાણા, પંજાબમાં જુલાઈ સુધી રાહ જોવી પડશે.
મુંબઈમાં ચોમાસાનું આગમન, ગુજરાતમાં ક્યારે થશે પધરામણી?
ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500 રૂપિયા તો ચાંદી 10,500થી વધુ સસ્તી થઈ.
ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. સોમવારની સરખામણીએ આજે ચાંદી ₹૧૦,૫૬૬ ઘટીને ₹૨.૨૭ લાખ પ્રતિ કિલો અને ૨૪ કેરેટ સોનું ₹૨,૫૨૨ ઘટીને ₹૧.૪૫ લાખ પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગયું છે. ચાલુ મહિનામાં સોનામાં ₹૧૦,૭૪૮ અને ચાંદીમાં ₹૩૬,૦૧૫ નો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે સરકારે વિદેશી મુદ્રા ભંડાર પરનું દબાણ ઘટાડવા માટે સોના-ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યુટી ૬% થી વધારીને ફરી ૧૫% કરી દીધી છે, જેમાં કસ્ટમ ડ્યુટી અને સેસનો સમાવેશ થાય છે.
ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500 રૂપિયા તો ચાંદી 10,500થી વધુ સસ્તી થઈ.
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે UAE અને ઇઝરાયલ સાથે ભારતના મહત્વના સંરક્ષણ સોદા
મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ વચ્ચે ભારતે સંરક્ષણ ક્ષેત્રે એક નવી ઊંચાઈ હાંસલ કરી છે. UAE ને બ્રહ્મોસ મિસાઈલ પૂરી પાડવા અને ઇઝરાયલ સાથે સંયુક્ત ઉત્પાદન ભાગીદારી જેવી ડીલ, ભારતના રક્ષા નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. ભૂતકાળમાં આયાતકાર રહેલું ભારત હવે વિશ્વભરમાં શસ્ત્રોના વિશ્વસનીય સપ્લાયર તરીકે ઉભરી રહ્યું છે. આ વ્યૂહાત્મક પગલાં ભારતીય સંરક્ષણ ઉદ્યોગ માટે નવા દ્વાર ખોલી રહ્યા છે, જે તેને વૈશ્વિક સ્તરે એક મજબૂત ખેલાડી બનાવે છે.
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે UAE અને ઇઝરાયલ સાથે ભારતના મહત્વના સંરક્ષણ સોદા
IPLમાં મેગા ટ્રેડ: પંતની દિલ્હીમાં 'ઘરવાપસી', કુલદીપ યાદવ LSGમાં
IPL 2026 ની સમાપ્તિ બાદ દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે એક મોટા ટ્રેડ ડીલ થઈ છે. આ ડીલ હેઠળ, સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત દિલ્હી કેપિટલ્સમાં પાછા ફર્યા છે, જ્યારે દિલ્હીના સ્પિનર કુલદીપ યાદવ હવે લખનૌ સુપર જાયન્ટ્સ માટે રમશે. પંત 15 કરોડ રૂપિયામાં દિલ્હી સાથે જોડાયો છે, જ્યારે કુલદીપ યાદવ 13.5 કરોડ રૂપિયામાં LSGનો ભાગ બન્યો છે. આ ટ્રેડ બંને ટીમો માટે ફાયદાકારક માનવામાં આવે છે.
IPLમાં મેગા ટ્રેડ: પંતની દિલ્હીમાં 'ઘરવાપસી', કુલદીપ યાદવ LSGમાં
અમદાવાદમાં ડુપ્લિકેટ બ્લડ પ્લાઝમા રેકેટનો પર્દાફાશ!
અમદાવાદ ગ્રામ્ય SOGએ ચાંગોદર વિસ્તારમાં મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે, જ્યાં ફાર્મા કંપનીઓમાં સપ્લાય થતા અસલી બ્લડ પ્લાઝમાની ચોરી કરીને તેની જગ્યાએ ભેળસેળયુક્ત નકલી પ્લાઝમા સપ્લાય કરનાર ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 4 આરોપીઓની લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ છેલ્લા છ મહિનાથી આ કૌભાંડ ચલાવી રહી હતી. મુખ્ય આરોપી દિનેશ ચૌધરી, જે અગાઉ ફાર્મા કંપનીમાં કામ કરતો હતો, તેણે ડ્રાઈવરો સાથે મળી અસલી પ્લાઝમા ચોરીને તેની જગ્યાએ સલાઈન વોટરવાળા નકલી પ્લાઝમા ગોઠવી દેતો હતો. આ ચોરાયેલા અસલી પ્લાઝમાને બ્લડ બેન્કોમાં અડધી કિંમતે વેચી દેવામાં આવતો હતો.
અમદાવાદમાં ડુપ્લિકેટ બ્લડ પ્લાઝમા રેકેટનો પર્દાફાશ!
AAP ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ!
નર્મદા જિલ્લાના દેડિયાપાડા AAP MLA ચૈતર વસાવા, તેમની પત્ની સહિત 9 લોકો વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરવાના કેસમાં દોષિત ઠેરવાયા છે. રાજપીપળા સેશન્સ કોર્ટે ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા ફટકારી છે. આ નિર્ણયથી તેમનું ધારાસભ્ય પદ પણ જોખમમાં મુકાયું છે. ચૈતર વસાવા પર સરકારી ફરજમાં રૂકાવટ, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ સાબિત થયો છે. કાયદા મુજબ, 2 વર્ષથી વધુની જેલ સજા પર ધારાસભ્ય પદ રદ થાય છે.
AAP ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ!
CM ભૂપેન્દ્ર પટેલે વડનગરથી ૨૪મા ‘શાળા પ્રવેશોત્સવ’નો પ્રારંભ કરાવ્યો
CM ભૂપેન્દ્ર પટેલે વડનગરની બી.એન. હાઈસ્કૂલથી ૨૪મા ‘શાળા પ્રવેશોત્સવ’નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. આ અભિયાન હેઠળ ૩૯૦ બાળકોનું નામાંકન થયું. મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદીના જીવનનું ઉદાહરણ આપી શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, આ અભિયાનથી ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે અને નામાંકન દર વધ્યો છે. ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ જેવી યોજનાઓ દીકરીઓ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે. કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન થયું અને વૃક્ષારોપણ કરાયું.
CM ભૂપેન્દ્ર પટેલે વડનગરથી ૨૪મા ‘શાળા પ્રવેશોત્સવ’નો પ્રારંભ કરાવ્યો
કચ્છથી મુંબઈ-ગોવા હવે મિનિટોમાં!
કચ્છના અદાણી મુન્દ્રા એરપોર્ટે સ્ટાર એર સાથે ભાગીદારીમાં મુંબઈ અને ગોવા માટે પ્રથમ ફ્લાઈટ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સાથે મુન્દ્રા હવે હિંડન, સુરત, બેલગાવી, બેંગલુરુ, કોલ્હાપુર અને નાંદેડ સહિત કુલ 8 શહેરો સાથે સીધી હવાઈ કનેક્ટિવિટી મેળવશે. 1,900 મીટર લાંબા રનવે અને આધુનિક સુવિધાઓથી સજ્જ એરપોર્ટ મુસાફરી, વેપાર, લોજિસ્ટિક્સ અને પર્યટનને પ્રોત્સાહન આપશે. આ નવી સેવા મુન્દ્રા પોર્ટ અને SEZના આર્થિક વિકાસને વધુ ગતિ આપશે તેમજ સમગ્ર કચ્છ પ્રદેશ માટે હવાઈ પરિવહનની નવી તકો ઊભી કરશે.
કચ્છથી મુંબઈ-ગોવા હવે મિનિટોમાં!
ગાંધીનગરના માણસાના 28 વર્ષીય યુવા પોલીસકર્મીનો ગળેફાંસો ખાઈ આપઘાત
ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 28 વર્ષીય LRD જવાન પર્વ ગોસ્વામીએ પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ છે. પ્રાથમિક તપાસમાં પારિવારિક વિખવાદ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2026માં ગાંધીનગરમાં પોલીસ કર્મચારીના આપઘાતની આ બીજી ઘટના છે. સતત વધતા કાર્યભાર, માનસિક તણાવ, લાંબી ફરજ અને પરિવારથી દૂર રહેવાની પરિસ્થિતિને કારણે પોલીસ કર્મચારીઓ પર દબાણ વધી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસ વિભાગમાં માનસિક સ્વાસ્થ્ય સહાય અને કાઉન્સેલિંગ વ્યવસ્થા ઉભી કરવાની માંગ ઉઠી છે.
ગાંધીનગરના માણસાના 28 વર્ષીય યુવા પોલીસકર્મીનો ગળેફાંસો ખાઈ આપઘાત
AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને પત્ની સહિત 9 લોકો જમીન વિવાદ કેસમાં દોષિત જાહેર
નર્મદાના દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન સંબંધિત વર્ષો જૂના કેસમાં રાજપીપળા સેસન્સ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને દોષિત જાહેર કરાયા છે. આ કેસ 2023માં જંગલ ખાતાની જમીનના વિવાદમાં ફોરેસ્ટ ઓફિસર પર થયેલા હુમલા સાથે સંકળાયેલો છે. કોર્ટ હવે સજાની જાહેરાત કરશે, જેમાં મહત્તમ 10 વર્ષ સુધીની કેદની જોગવાઈ છે. સજાના પ્રમાણ અંગે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ પોતાનો વિગતવાર આદેશ જાહેર કરશે.
AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને પત્ની સહિત 9 લોકો જમીન વિવાદ કેસમાં દોષિત જાહેર
અમદાવાદની રથયાત્રા માટે ભગવાન જગન્નાથ માટે વૃંદાવનથી ખાસ વાઘા તૈયાર
અમદાવાદમાં 149મી જગન્નાથ રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જે 16મી જુલાઈએ યોજાશે. ભગવાનના ત્રણેય રથનું સમારકામ અને રંગરોગાન કાર્ય પૂર્ણતાના આરે છે. આ વખતે ભગવાન જગન્નાથ માટે ખાસ વૃંદાવનથી કાપડ મંગાવીને સાત જોડી વિશેષ વાઘા તૈયાર કરવામાં આવી રહ્યા છે. રથયાત્રામાં 16 થી 18 ગજરાજ, 108 ટ્રકો અને ભજન મંડળીઓ પરંપરા મુજબ જોડાશે. સુરક્ષા વ્યવસ્થા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને ટેકનિકલ ખામી સામે રથના સ્પેર વ્હીલ પણ તૈયાર રખાયા છે.
અમદાવાદની રથયાત્રા માટે ભગવાન જગન્નાથ માટે વૃંદાવનથી ખાસ વાઘા તૈયાર
પાટીદાર અનામત આંદોલન સમયના વધુ બે કેસ પરત ખેંચાયા
પાટીદાર અનામત આંદોલન દરમિયાન ૨૦૧૮માં સુરતના વરાછા પોલીસ મથકે નોંધાયેલા બે કેસ પરત ખેંચવાની મંજૂરી કોર્ટે આપી દીધી છે. લાજપોર જેલમાંથી મુક્ત થયેલા કાર્યકરોના સ્વાગત રેલી દરમિયાન ટ્રાફિક જામ અને જાહેર માર્ગ પર અવરોધ ઊભો કરવા બદલ હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા સહિત ૧૫૦ થી ૨૦૦ કાર્યકરો સામે ગુનો નોંધાયો હતો. સુરતના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જીતેન્દ્રસિંહે સરકારની કેસ પરત ખેંચવાની અરજી ગ્રાહ્ય રાખી તમામ આરોપીઓને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો છે. કોર્ટે નોંધ્યું કે આરોપીઓનો કોઈ ગુનાહિત ઈરાદો નહોતો અને આ કેસ ચલાવવો જાહેર હિતમાં નથી.
પાટીદાર અનામત આંદોલન સમયના વધુ બે કેસ પરત ખેંચાયા
1 જુલાઈથી બદલાશે આ 5 મોટા નિયમો, તમારા ખિસ્સા પર થશે સીધી અસર
જુલાઈ 2026ની શરૂઆત સાથે, દેશમાં અનેક નાણાકીય નિયમોમાં ફેરફાર થશે, જે સામાન્ય માણસના બજેટ પર અસર કરશે. આધાર કાર્ડમાં ઈમેલ અપડેટ હવે UIDAI દ્વારા મફત કરાશે. LPG, ATF, CNG અને PNGના ભાવમાં ફેરફારની શક્યતા છે. HDFC બેન્કના Regalia Gold Credit Card પર એરપોર્ટ લાઉન્જ સુવિધા માટે ખર્ચ મર્યાદા વધારાઈ છે. ગુજરાતમાં જુલાઈમાં બેન્કો નિયમિત રજાઓ સિવાય બંધ રહેશે નહીં, તેથી નાણાકીય કાર્યોનું આયોજન કરવું જરૂરી છે.
1 જુલાઈથી બદલાશે આ 5 મોટા નિયમો, તમારા ખિસ્સા પર થશે સીધી અસર
CBSE બોર્ડની બેદરકારી: વિદ્યાર્થિનીના 500માંથી 500 માર્ક્સ રિ-ઇવેલ્યુએશન બાદ આવ્યા!
ઝારખંડના રાંચીની વિદ્યાર્થિની અવની કેજરીવાલે CBSE ધોરણ-12 રિ-ઇવેલ્યુએશન પ્રક્રિયામાં 500માંથી 500 ગુણ મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. પ્રારંભિક પરિણામમાં અંગ્રેજી અને બિઝનેસ સ્ટડીઝમાં ઓછા ગુણ મળતા અવનીએ ગુણ ચકાસણી માટે અરજી કરી હતી. રિ-ઇવેલ્યુએશન બાદ અંગ્રેજીમાં 19 અને બિઝનેસ સ્ટડીઝમાં 5 ગુણ વધતા તેનો કુલ સ્કોર 100 ટકા થયો છે. CBSE દ્વારા આ વર્ષે ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમનો ઉપયોગ કરાયો હતો, જેના પરિણામે અનેક વિદ્યાર્થીઓએ ગુણાંકન અંગે રજૂઆતો કરી હતી.
CBSE બોર્ડની બેદરકારી: વિદ્યાર્થિનીના 500માંથી 500 માર્ક્સ રિ-ઇવેલ્યુએશન બાદ આવ્યા!
જામનગરના બેડીમાં મોહરમ નિયાઝ પ્રસાદી બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણું
જામનગરના બેડી સોઢા ફળી વિસ્તારમાં મોહરમ દરમિયાન નિયાઝની પ્રસાદી લેતી વખતે બાળકો વચ્ચે થયેલી સામાન્ય ધકામુક્કીએ મોટું સ્વરૂપ ધારણ કર્યું. આ ઘટના બાદ બે જૂથો વચ્ચે પથ્થરમારો અને મારપીટ થતાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં ગાળો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપવાના અને લાકડી-પથ્થરમારો કરવાના આરોપો છે. પોલીસે BNS અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી શાંતિ જાળવવા ચુસ્ત બંદોબસ્ત સાથે તપાસ શરૂ કરી છે.