મોરબીના ઉમા વિદ્યા સંકુલમાં વાલીઓએ લીધો શિક્ષકનો અભ્યાસ
મોરબીના ઉમા વિદ્યા સંકુલમાં વાલીઓએ લીધો શિક્ષકનો અભ્યાસ
Published on: 31st August, 2026

5 સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે, મોરબીની ઉમા વિદ્યા સંકુલ નામની સ્કૂલે એક ક્રાંતિકારી બદલાવ કર્યો છે. આ વર્ષે પરંપરાગત વિદ્યાર્થી શિક્ષક બનવાની જગ્યાએ, સ્કૂલે એક નવતર પ્રયોગ કર્યો જેમાં 70 વાલીઓએ તેમના બાળકોને એક દિવસ માટે વર્ગખંડમાં ભણાવવાની તક મેળવી. આ પ્રયોગનો મુખ્ય હેતુ વાલીઓને તેમના બાળકોના શિક્ષણ, વાણી, વર્તન અને સર્વાંગી વિકાસ માટે થતી પ્રવૃત્તિઓનો પ્રત્યક્ષ અનુભવ કરાવવાનો હતો. વાલીઓએ વિદ્યાર્થીઓના શિક્ષણના માપદંડો ચકાસ્યા, જેમાં તેમને બાળકોની શીખવાની ઉત્કંઠા અને વર્તમાન જનરેશનની એક્ટિવનેસનો અનુભવ થયો.