મોરબીના યુવાને કિડની ફેઈલ, નોકરી ગુમાવી, પિતા ગુમાવ્યા છતાં હાર ન માની
મોરબીના યુવાને કિડની ફેઈલ, નોકરી ગુમાવી, પિતા ગુમાવ્યા છતાં હાર ન માની
Published on: 31st August, 2026

મોરબીના 35 વર્ષીય ક્રુપેશ હસમુખભાઈ ભટ્ટ, જેમણે M.Com., B.Ed.નો અભ્યાસ કર્યો અને બેંકમાં સારી નોકરી મેળવી, તેમના જીવનમાં એક મોટો પડકાર આવ્યો. 2018માં બંને કિડની ફેઈલ થતાં તેમની નોકરી જતી રહી. આ મુશ્કેલીઓ વચ્ચે, કેન્સર સામે લડી રહેલા તેમના પિતાનું પણ આઘાતમાં અવસાન થયું. આટલા દુઃખ છતાં, ક્રુપેશ હિંમત હાર્યા નથી. અઠવાડિયામાં બે વાર 4 કલાકના ડાયાલિસિસની પીડાદાયક પ્રક્રિયામાંથી પસાર થવા છતાં, તેઓ સકારાત્મકતા અને જીવવાની અદમ્ય ઇચ્છા સાથે જીવન જીવી રહ્યા છે.