જાણીતા હોલિવૂડ એક્ટરે ઈસ્લામ અંગીકાર કર્યો
જાણીતા હોલિવૂડ એક્ટરે ઈસ્લામ અંગીકાર કર્યો
Published on: 22nd June, 2026

હોલિવૂડના જાણીતા અભિનેતા જિયાનકાર્લો એસ્પોસિટોએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યાની ચર્ચા સોશિયલ મીડિયા પર જોરશોરથી ચાલી રહી છે. ‘બ્રેકિંગ બેડ’ અને ‘ધ બોયઝ’ જેવી લોકપ્રિય સિરીઝ માટે જાણીતા એસ્પોસિટોએ સાઉદી અરેબિયામાં ફિલ્મ ‘7 ડોગ્સ’ના શૂટિંગ દરમિયાન શહાદા પઢીને ઇસ્લામ કબૂલ કર્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. સાઉદી અરેબિયાના અધિકારી તૂર્કી અલ-શેખે તેમનો મસ્જિદમાં નમાજ અદા કરતો વીડિયો શેર કર્યો હતો. મુસ્લિમો સાથેના સકારાત્મક અનુભવો અને વાતચીતથી પ્રભાવિત થઈ તેમણે આ નિર્ણય લીધો હોવાનું જણાવાયું છે.