બોલિવૂડ અભિનેતા પંકજ ત્રિપાઠીના ભાઈ પર ધારદાર હથિયારો વડે જીવલેણ હુમલો
બોલિવૂડ અભિનેતા પંકજ ત્રિપાઠીના ભાઈ પર ધારદાર હથિયારો વડે જીવલેણ હુમલો
Published on: 22nd June, 2026

બૉલિવૂડના જાણીતા અભિનેતા પંકજ ત્રિપાઠીના ભાઈ બિજેન્દ્ર નાથ તિવારી પર બિહારના ગોપાલગંજમાં જૂની અદાવતના કારણે ધારદાર હથિયાર વડે જીવલેણ હુમલો થયો છે. તેઓ ગંભીર રીતે ઘાયલ થતાં વધુ સારવાર માટે પટના સ્થિત AIIMS હોસ્પિટલમાં રિફર કરાયા છે. આ હુમલો માધોપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બેલસંડ ગામમાં થયો છે. પડોશમાં રહેતા લોકો દ્વારા કરાયેલા આ હુમલા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા છે. પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપીઓની ધરપકડ માટે ટીમ બનાવી છે.