'ડીસી' ફિલ્મના નિર્માતાએ હિરોને કાર આપી, પણ હિરોઇનોને સ્કૂટી પણ નહીં?
'ડીસી' ફિલ્મના નિર્માતાએ હિરોને કાર આપી, પણ હિરોઇનોને સ્કૂટી પણ નહીં?
Published on: 12th September, 2026

દક્ષિણ ભારતમાં ફિલ્મ હીટ થતાં નિર્માતા કળાકારોને ભેટ આપતાં હોય છે. તાજેતરમાં 'ડીસી' ફિલ્મે બોક્સ ઓફિસ પર ૧૦૩ કરોડ રૂપિયાની કમાણી કરતાં નિર્માતા કલાનિધી મરાને ફિલ્મના અભિનેતાઓ અરૃણ માથેશ્વરન, લોકેશ અને સંગીતકાર અનિરૃદ્ધને નવી BMW કાર ભેટ આપી. જોકે, ફિલ્મોઈન વામિકા ગબ્બી અને સંજના કૃષ્ણમૂર્તિને કોઈ ભેટ ન મળતાં તેમના ચાહકો નારાજ થયા છે. એક ચાહકે કહ્યું કે વામિકા માટે કમ સે કમ એક સ્કૂટી તો ખરીદી જ શકાઈ હોત, જ્યારે બીજાએ કહ્યું કે બધાં સાથે સમાન વ્યવહાર થવો જોઈએ.