ખેડાના ગળતેશ્વરમાં શ્રાવણ માસના અંતિમ દિવસે શિવભક્તિનો ભવ્ય ઉત્સવ
ખેડાના ગળતેશ્વરમાં શ્રાવણ માસના અંતિમ દિવસે શિવભક્તિનો ભવ્ય ઉત્સવ
Published on: 12th September, 2026

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં આવેલા શિવ મંદિરોમાં ઉત્સવ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો. શિવજીના આશીર્વાદ મેળવવા વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. ગળતી અને મહી નદીના સંગમ કાંઠે આવેલા ગળતેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું, જેના પગલે સમગ્ર પરિસર હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિથી મહાઅભિષેક, વિશેષ શૃંગાર અને મહાઆરતી કરાઈ હતી. ભક્તો માટે મહાપ્રસાદ અને ભજન પ્રોગ્રામનું આયોજન કરાયું હતું.