માતા બન્યા બાદના પડકારો પર કિયારા અડવાણીનો આક્રોશ, લોકો ફક્ત બોલતા જાણે છે!
માતા બન્યા બાદના પડકારો પર કિયારા અડવાણીનો આક્રોશ, લોકો ફક્ત બોલતા જાણે છે!
Published on: 01st June, 2026

બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીએ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં માતા બન્યા પછીના શારીરિક અને માનસિક પડકારો વિશે ખુલીને વાત કરી છે. તેમણે જણાવ્યું કે સમાજ મહિલાઓ પાસેથી ડિલિવરી પછી અવાસ્તવિક અપેક્ષાઓ રાખે છે. પ્રેગ્નન્સી દરમિયાન જ્યાં સ્ત્રીને 'દેવી' ગણવામાં આવે છે, ત્યાં ડિલિવરી પછી તરત જ જૂના શેપમાં આવવા અને કામ પર ફરવા દબાણ કરવામાં આવે છે. કિયારાએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, સ્ત્રી માટે આ સૌથી મુશ્કેલ સમય હોય છે અને ત્યારે તેને સૌથી વધુ સપોર્ટની જરૂર હોય છે.