કાંદિવલીમાં વરસાદી સાંજે હાસ્યરસ અને કવિતાનો અદભૂત સંગમ
કાંદિવલીમાં વરસાદી સાંજે હાસ્યરસ અને કવિતાનો અદભૂત સંગમ
Published on: 13th July, 2026

મુંબઈમાં મેઘરાજાની મહેર વચ્ચે, કાંદિવલી પશ્ચિમમાં 'ગુજરાતી ભાષા – સાહિત્ય મંચ'નો શુભારંભ થયો. આ મંચ ગુજરાતી સાહિત્યના વારસાને જીવંત રાખવા અને નવી પેઢીને જોડવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયો છે. પોતાના પ્રથમ કાર્યક્રમ 'વરસાદી સાંજે હાસ્યવર્ષા'માં, ગુજરાતી સાહિત્યના પ્રશિષ્ટ હાસ્યનિબંધો અને કાવ્યોની રજૂઆત કરવામાં આવી, જેણે ઉપસ્થિત સાહિત્યરસિકોને મંત્રમુગ્ધ કર્યા. આ પહેલને સૌએ હર્ષભેર વધાવી.