'બંદિશ બેન્ડિટ' ફેમ શ્રેયા ચૌધરી હવે આયુષમાન ખુરાનાની 'મુપાપા'માં મુખ્ય ભૂમિકામાં
'બંદિશ બેન્ડિટ' ફેમ શ્રેયા ચૌધરી હવે આયુષમાન ખુરાનાની 'મુપાપા'માં મુખ્ય ભૂમિકામાં
Published on: 06th October, 2026

'બંદિશ બેન્ડિટ' વેબ સિરીઝથી જાણીતી થયેલી અભિનેત્રી શ્રેયા ચૌધરી હવે આયુષમાન ખુરાનાની આગામી થ્રીલર ફિલ્મ 'મુપાપા'માં તેની હિરોઇન તરીકે જોવા મળશે. શ્રેયાએ 'મહેતા બોયઝ' ફિલ્મમાં પણ કામ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને પોસ્ટ પ્રોડક્શન ચાલી રહ્યું છે, જે ફેબ્રુઆરીમાં રિલીઝ થવાની શક્યતા છે. આ ફિલ્મ સમીર સક્સેના દ્વારા નિર્દેશિત છે અને યશરાજ ફિલ્મ્સ તથા પોશામ પા પિકચર્સનું પ્રથમ સહિયારું નિર્માણ છે.