સાપુતારામાં પ્રકૃતિના ખોળે પ્રવાસીઓની મજા, 'મિની કાશ્મીર'નો અદભૂત અનુભવ
સાપુતારામાં પ્રકૃતિના ખોળે પ્રવાસીઓની મજા, 'મિની કાશ્મીર'નો અદભૂત અનુભવ
Published on: 13th July, 2026

ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં વરસાદ બાદ ખુશનુમા માહોલ સર્જાયો છે. છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લેતા પ્રકૃતિની સોળે કળાએ ખીલેલી સુંદરતા માણવા વીકેન્ડમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો. મોટાભાગની હોટલો અને રિસોર્ટ્સ હાઉસફુલ થઈ ગયા હતા. ગીરાધોધ અને ટેબલ પોઈન્ટ ખાતે પ્રવાસીઓની ભારે ભીડ જામી હતી, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ. ધુમ્મસ વચ્ચે પ્રવાસીઓને 'મિની કાશ્મીર' જેવો અનુભવ થયો, જ્યાં તેમણે ઘોડેસવારી, ઊંટ સવારી અને રોપવે જેવી પ્રવૃત્તિઓનો આનંદ માણ્યો.