રાજકોટના રૈયાગામ નજીક કારના ચોરખાનામાંથી 240 દારૂની બોટલ ઝડપાઈ
રાજકોટના રૈયાગામ નજીક કારના ચોરખાનામાંથી 240 દારૂની બોટલ ઝડપાઈ
Published on: 12th August, 2026

રાજકોટના રૈયાગામ પાસે યુનિવર્સિટી પોલીસ ટીમે એક આઈ-20 કારમાંથી 240 બોટલ દારૂ ઝડપી પાડ્યો છે. કારના દરવાજામાં બનાવેલા ચોરખાનામાંથી રૂ. 66,000 ની કિંમતનો દારૂ મળી આવ્યો છે. આ મામલે બુટલેગર દિનેશ પરમારની ધરપકડ કરાઈ છે, જેની પાસેથી કુલ રૂ. 3.21 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. લીંબડીના સપ્લાયર કરણ સોલંકીની શોધખોળ શરૂ કરાઈ છે. પોલીસ કમિશનરના સૂચના બાદ આ કાર્યવાહી કરવામાં આવી.