જસ્ટિસ વર્મા કેશ સ્કેન્ડલ: ત્રણ આરોપો સિદ્ધ, બે રહસ્યો હજુ પણ અકબંધ
જસ્ટિસ વર્મા કેશ સ્કેન્ડલ: ત્રણ આરોપો સિદ્ધ, બે રહસ્યો હજુ પણ અકબંધ
Published on: 12th August, 2026

જસ્ટિસ યશવંત વર્મા કેશ સ્કેન્ડલ કેસમાં સંસદીય તપાસ સમિતિનો રિપોર્ટ જાહેર થયો છે. આ રિપોર્ટમાં જણાવ્યા મુજબ, દિલ્હી સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાનના સ્ટોરરૂમમાંથી મળેલ ભારતીય ચલણી નોટોના સ્ત્રોત કે માલિકી અંગે કોઈ સ્પષ્ટતા મળી નથી. તપાસમાં 3 આરોપો સાબિત થયા છે: અઘોષિત રોકડ રકમ, પુરાવાઓની જાળવણીમાં બેદરકારી અને અસંતોષકારક જવાબો. જોકે, રોકડની ચોક્કસ રકમ અને રાત્રિની વાતચીત જેવા બે રહસ્યો હજુ વણઉકેલાયેલા છે. અગાઉ જસ્ટિસ વર્માએ હાઈકોર્ટના જજ પદેથી રાજીનામું આપી દીધું છે.