જામનગર નજીક ચેલા પાસે બાઇક આડે ગાય આવતા કોલેજિયન યુવાનનું અકસ્માતમાં મૃત્યુ
જામનગર નજીક ચેલા પાસે બાઇક આડે ગાય આવતા કોલેજિયન યુવાનનું અકસ્માતમાં મૃત્યુ
Published on: 14th August, 2026

જામનગરના દરેડ ગામના 21 વર્ષીય કોલેજિયન અમિત હમીરભાઈ સોલંકીનું અકસ્માતમાં દુ:ખદ મૃત્યુ થયું. ચેલા ગામ પાસે એસઆરપી કેમ્પ તરફ જતા માર્ગ પર, અમિત તેના બે મિત્રો સાથે હોન્ડા મોટરસાઇકલ પર જઈ રહ્યો હતો ત્યારે અચાનક ગાય રસ્તામાં આવી ગઈ. આ કારણે મોટરસાઇકલ ગાય સાથે અથડાઈ અને ત્રણેય યુવકો રોડની ફૂટપાથ પર પટકાયા. અમિતને માથામાં ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું, જ્યારે તેના મિત્રોને પણ ઈજાઓ થઈ.