ભાવનગરમાં ઓગસ્ટમાં 6 થી 8 ઇંચ વરસાદની આગાહી, તાપમાન 30-33 ડિગ્રી રહેશે
ભાવનગરમાં ઓગસ્ટમાં 6 થી 8 ઇંચ વરસાદની આગાહી, તાપમાન 30-33 ડિગ્રી રહેશે
Published on: 02nd August, 2026

ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 60% થી વધુ વરસાદ થયો છે. હવામાન શાસ્ત્રી બી.આર. પંડિત મુજબ, ઓગસ્ટ મહિનામાં 13 વરસાદી દિવસોમાં 6 થી 8 ઇંચ (150-200 મી.મી.) વરસાદ વરસવાની આગાહી છે. આ દરમિયાન, દિવસનું તાપમાન 30 થી 33 ડિગ્રી સેન્ટીગ્રેડ અને રાત્રિ તાપમાન 25 થી 27 ડિગ્રી સેન્ટીગ્રેડ રહેશે. 75-85% ભેજને કારણે વાતાવરણ ગરમ અને ઉકળાટવાળું રહેશે. છેલ્લા 36 કલાકમાં ભાવનગર જિલ્લામાં સરેરાશ 4 ઇંચ વરસાદ વરસ્યો છે.